Posts

Showing posts from 2018

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-2 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.સદગુણો જ આપણી સાચી સંપત્તિ છે કેમ જે ગોવિંદ ગુણોથી રીઝે છે માટે ગમે તેમ કરીને સારા ગુણ કેળવવા. 2.આપણામાં રહેલા દુર્ગુણો ઓળખીને તેમને હટાવવા એ સત્સંગનો પહેલો પાઠ છે. 3.ભગવાન મળે એ જ મનુષ્ય જન્મનું ફળ છે, એમના સિવાયનું જેટલું બીજું ભેગું કરીશું એ બધું જ અંતે છોડવું પડશે. 4.ભગવાનને પામવાનો નિશ્ચય જેટલો દ્રઢ હશે એટલો જ આપણામાં સુધારો થશે. 5.મહારાજ અને મુક્તો આપણી સાથે જ  છે અને આપણી બધી જ પ્રાર્થના સાંભળતા હોય છે. 6.પરમ-કલ્યાણને પામવાની ઈચ્છા ધરાવતા રણછોડરાયજીના ભક્ત દાવોલના જેઠાભાઇને રણછોડરાયજીએ દર્શન દઇને ગઢડા શ્રીજી મહારાજ પાસે મોકલ્યા અને દાવોલના એવા જ શિવભક્ત ખોડાભાઈને શિવજીએ દર્શન દઇને ગોપાળાનંદસ્વામી પાસે મોકલ્યા અને એ બંનેને મહારાજ અંતે ધામમાં તેડી ગયા. 7.વૈકુંઠ, ગોલોક આદિ ભગવાનના જ ધામ છે અને ભગવાન જ ત્યાં તે તે સ્વરૂપે દર્શન દે છે પણ આત્યંતિક મોક્ષ તો અક્ષરધામને પામવું તે જ છે. 8.માત્ર શ્રીજી મહારાજ કે એમના સંત જેને અક્ષરધામમાં લઈ જાય એને જ ત્યાં પ્રવેશ મળે છે બીજા કોઈથી ત્યાં પ્રવેશ કરી શકાતો નથી. 9.જેવી રીતે દેવ-દેવીઓ, અવતારો, ઈશ્વરો પરમ કલ્યાણને ઈચ્છતા એવા પોતાના ભક્તોને...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-1 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે આ કાળઝાળ સંસારમાંથી બની શકે એટલું નીકળીને રવીસભા આદિક સર્વે કથા-વાર્તાના પોગ્રામનો અચૂક લાભ લેતા રહેવો. 2.આપણા માથે સંસારની ઘણી બધી જવાબદારીઓ છે પણ એમાંની પહેલી અને મુખ્ય જવાબદારી એ છે કે પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું કે જેથી કરીને આ લોકમાં પાછું આવવું પડે નહીં. 3.ગુરુદેવ અને રાજાના દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું નહીં. 4.મહારાજ અને સંતો-ભક્તોનો મહિમા જેટલો આપણે જાણતા હોઈએ છીએ એનાથી પણ ઘણો વધારે હોય છે. 5.પોતાની સફળતાનો યશ બીજા કોઈના માર્ગદર્શન કે મદદને દેવા જેવું વસમુ કામ તો મહારાજના નિશ્ચયવાળા કોઈ ડાહ્યા સત્સંગી જ કરી શકે છે. 6.સ્વામિનારાયણ ભગવાન ક્યારેય પોતે યશ રાખતા નહિ. જે જેટલા પાત્ર હોય એને એટલો યશ દઈ દેતા. 7.શ્રીજી મહારાજનો મહિમા ગાતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, મહારાજે જ્યાં લઘુશંકા કે બહિર્ભુમિ ગયા હોય તે ઠેકાણે થી અક્ષરધામ સુધી સોનાની ઈંટો વડે પગથિયાં કરીયે  તો પણ એ પગથિયાં એ ભૂમિના કોટિમાં ભાગ બરાબર પણ કહેવાય નહિ. પછી મહારાજે પોતે ગોપાળાનંદસ્વામીનો મહિમા ગાતા કહ્યું કે તમે કહ્યો તેવો મહિમા તો તમારો છે અને તમે તો અક્ષર મુક્ત છો અને ત...

પૂ. દયાળુસ્વામી તરફથી આજ નો સંદેશો......🙏 જય સ્વામિનારાયણ🙏

Image
1.જે ભગવાન અને સંતો ભક્તોના કામને પોતાના કામ કરતાં વધારે અગત્યતા આપે છે તેના કામ પણ ભગવાન પહેલા જ કરે છે. 2.મહારાજે આપણને કળીયુગમાં એવા સત્પુરુષ આપ્યા છે કે જેમના યોગે અનેક સંતો ભક્તો એકાંતિક ભક્તિવાળા બની રહ્યા છે તે મહારાજની મોટી કૃપા કહેવાય. 3. જે મોટાપુરુષની મરજી મુજબ તરત જ પ્રવર્તે છે એની ઉપર મહારાજ ખૂબ રાજી થાય છે. 4.મહારાજ અને સંતો-ભક્તોએ કૃપા કરવામાં કોઈ ખામી નથી રાખી માટે જે જેટલા પાત્ર બને છે એને એટલો લાભ થાય છે. 5.ભગવાન અને સંતના વચનને જે જેટલા વધારે વિશ્વાસ, શ્રદ્ધા.અને મહિમાથી માને છે તેને તેટલો વધુ લાભ થાય છે. 6.સમાજ અને સત્સંગમાં બે પ્રકારના માણસો હોય છે:   6.1 જેની પાસે સગવડતા ઓછી હોય છતાં એની ભાવના અને શ્રદ્ધા ખૂબ જ હોવાથી હંમેશા વધુ ને વધુ રાજીપો રળે છે.   6.2 જેમની પાસે સગવડતા ઘણી છે પણ ભાવના અને શ્રદ્ધાના ગરીબ છે.    7.આપણાથી જેટલો સંત-સમાગમ, તન-મન-ધનથી સેવા થવી જોઇએ એટલું નથી થતું એ જ આપણો મોહ, અજ્ઞાન અને આસક્તિ છે. 8.વર્ષોથી કથાવાર્તા સાંભળવા છતાં આપણી ખોટ-ખામી ટળતી નથી કારણકે આપણે કોઈ સંતો-ભક્તો આગળ માન મૂકીને નિખાલસ નિષ્કપટ રહેતા નથી. ▶સ્વામિન...

પૂ. ગુરૂજી તરફ થી આજનો સંદેશ.....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.આપણે જેનો મહિમા હોય એમાં પ્રેમ થાય અને જેમાં પ્રેમ થાય એનું સતત મનન ચિંતન થયા કરે. 2.આપણી સાથે રહેતા સંતો-ભક્તો આગળ ઉપસવાની ઈચ્છા રાખીશું તો એ સ્વભાવ મોટાપુરુષ અને ભગવાન સાથે પણ અથડાશે. 3.ભગવાન અને મોટાપુરુષ આગળ તો આપણે મોક્ષની ભીખ માગીએ છીએ માટે એમની આગળ ઉપસવાની ઈચ્છા રાખવી એ એક નંબરનું અજ્ઞાન છે. 4.જેને એક માણસ આગળ પણ ઉપસવાની ઈચ્છા રહે છે તે પાછી વૃતિ વાળીને ભગવાનમાં જોડાઈ શકતો નથી માટે જે દાસ થાય એને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. 5.આપણે દેહ નથી, આત્મા છીએ એ સ્વીકારતા નથી એટલે દેહભિમાનમાંથી અહંતા, મમતા જાગે છે અને ભગવાનનું ધ્યાન થતું નથી. 6.આત્મરૂપ દાસની સત્યસ્થિતિમાં આવ્યા વગર સત્ય એવા પરમાત્માને પામી શકાતા નથી. 7. આપણે જીવન જીવવામાં પુરુષોત્તમનારાયણ સિવાય બીજા કોઈ જ રસની જરૂર નથી. 8.રસાસ્વાદ, નિદ્રા, હિંસા અને વિક્ષેપ આ ચાર ધ્યાનના વિરોધી છે માટે એનો ત્યાગ કરે તો ધ્યાન થાય. 9.જીવને જે પામવાનો ખપ હોય ત્યાં દાસપણું કરવું અઘરું લાગતું નથી. માટે જેને ભગવાન પામવાનો ખપ હોય તે સહેજે જ સંતો-ભક્તોના દાસનુદાસ થઈ જાય છે. 10.પંચવિષયની વાસના આપણને બહુ દેખાય છે એટલે બહુ ભયંકર લાગે છે પરંતુ માન, ઉ...

આજ નો સંદેશો.......જય સ્વામિનારાયણ🙏🙏

Image
પૂ. ગુરૂજી 1.સત્પુરુષનો સંબંધ આપણને માત્ર આ લોકમાં જ મોટા નથી બનાવતો પણ એ તો પિંડ-બ્રહ્માંડ ને ખોટા કરીને પુરુષોત્તમનારાયણનો સંબંધ કરાવી દે છે. 2.દેવ-દેવીઓ,ઈશ્વરો કે આ લોકના ધનવાનો આપણને નાશવંત વસ્તુઓ આપી શકે છે જ્યારે શાશ્વત આનંદ તો માત્ર ભગવાનના સાધુ જ આપી શકે છે. 3.જેને ભગવાનનો મહિમા સમજાય ગયો છે એના જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખી નથી. 4.જ્યાં વધુ માયા ભેગી થાય છે ત્યાં માયા તોફાન કરે છે અને તેને ઝપટમાં લે છે. 5.જે પોતે ભગવાનમાં જોડાયા હોય એ જ બીજાને ભગવાનમાં જોડી શકે છે. 6.દેહથી યુક્તપણું છે એ જ બદ્ધપણું છે અને મૂર્તિથી યુક્તપણું છે એ જ મુક્તપણું છે. 7.હું પુરૂષોત્તમનારાયણનો દાસ છું એવું અભિમાન ધારણ કરવું અને મૂર્તિધારી મહાત્મા થવું એ જ આપણો જીવન ધ્યેય છે. 8.જે આપણા દુઃખદાયી સ્વભાવો છોડાવીને આપણને શ્રીહરિના મહાઆનંદમાં જોડતા હોય એવા સંતો ભક્તોને જીવના સાચા સગા માનીને એમને માટે કુરબાન થઈ જઈએ તો ભગવાન મળે. 9.પ્રદુષણ, વીજળી કે પાણી બચાવ અને જીવ-દયાના નામ ઉપર આપણાં હિંદુ તહેવારોને રોકવાના મેસેજ કે વીડિયો કલીપ શેર કરીએ એટલા આપણે મૂર્ખ છીએ. 10.આમોદના લક્ષ્મીરામ ભટ્ટન...

જાણો સવારે પાણી પીવાથી આ ફાયદા થાય છે

Image
સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું થાય? મિત્રો આજે આપણે જાણીએ કે સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શું શું લાભ થાય છે. પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ . પન તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય . આવો તે જાણીએ . . . . . મિત્રો સવારે ઉઠી ને સીધો વાસી મોઢે પાણી પીવાથી જે આપણા મોઢામાં લાળ હોય છે તે શરીરમાં જાય છે અને તે આપણને કેટલાય રોગો થી બચાવે છે , અમે તમને જણાવી એ કે મોઢા માં જે લાળ ગ્રંથી બને છે તે એક એવો તરલ પદાર્થ છે કે જો એન્ટીક સેન્ટીક જેવું કામ કરે છે . ને રોગ સામે લડે છે . ને આપણે સ્વસ્થ રાખે છે .  સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારો છે . તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે . સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પન અચંબિત થઇ જશો . તો જાણીએ કેટલુ અને કયારે પીવુ જોઈએ પાણી  ( 1 ) સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે . જલ્દી કામ કરે છે . અને ચહેરા પર ગ્લો આવે છે . સા...

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

Image
વનસ્પતિ સૂર્ય પ્રકાશ માંથી ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકષૅણ હોય છે. દરેક છોડ , વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ઼ જ વિકાસ પામે છે , પરંતુ સૂરજસુખી તેમાં એકકો છે . તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડ્યું. સૂરજમુખીના ફુલમાં સૂર્યની સાથે સાથે કરવાનું રહસ્ય તેની દાંડીમાં છે. ફૂલની દાંડીમાં ઓકસીન નામનું દ્રવ્ય હોય છે . આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલી ને છાયડા તરફ ખસે છે. જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાસ ખસે તેમ ઓક્સિજન નો જથ્થો પણ ખસે અને તેની સાથ ફૂલ પણ દિશા ફેરવે . સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે . આવીજ નવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો...અને ગમે તો શરે જરૂર કરજો🙏 ⏩ Whatsappgroup:   https://chat.whatsapp.com/KP2pkQjodJX0F0aeoELyCc

શું તમે જાણો છો? તેલ અને ગેસનાભંડાર કેવી રીતે શોધાય છે?

Image
આપણે પેટ્રોલિયમ , કોલસો , ગેસ , સૌર ઊર્જા અને વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ , પણ તેલ અને ગેસના ભંડાર ક્યાં આવેલા છે અને તેની શોધ કેવી રીતે થાય છે , તેનો તમને ખ્યાલ છે ખરો ? જમીનની નીચેથી તેલ અને ગેસના ભંડાર શોધવા માટે જમીનમાં લગભગ 200 ફીટ ઊંડું બોરિંગ કરવામાં આવે છે અને લગભગ અઢીસો કિ.ગ્રા. નો બોમ્બ કે ડાયનામાઇટ નીચે નાખીને વિસ્ફોટ કરવામાં આવે છે . આના લીધે દસ કિ . મી . જેટલી જમીન ધ્રુજે છે . વિસ્ફોટ પછી ઉત્પન્ન થયેલા સીમિક તરંગોને સીસ્મિક ફોનથી રેકોર્ડ કરવામાં આવે છે . તે પછી તેના ડેટા તરંગોને જિયોલોજિસ્ટ સુપર કમ્યુટર્સની મદદથી એનાલિસિસ કરે છે . જેનાથી ખ્યાલ આવે છે કે એક્સપ્લોરેશન સાઇટ પર કેટલા પ્રમાણમાં ગેસ અનેતેલનો ભંડાર રહેલો છે . તે પછી ત્યાં ગેસ અને કાચા તેલના કૂવા ખોદવામાં આવે છે . જ્યારે દરિયા કે નદીમાં જહાજની મદદથી પાણીમાં સીસ્મિક વેઝ છોડવામાં આવે છે. તે પાણીની અંદર રહેલા વિવિધ પદાર્થો જેવા કે , ખડક , તેલ અને ગેસના ભંડારો સાથે અથડાઈને જહાજમાં લગાવેલા હાઇડ્રોફોન્સ કે સીસ્મોમીટર સાથે અથડાય છે . આ સૂચનાને એકઠી કરી ભૂવૈજ્ઞાનિકો સુપર કમ્યુટરની મદદથી એનાલિસિસ કરે છે . ત...

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....

Image
તમે જાણ તા જ હશો કે પાસપોર્ટ વિદેશમાં મુસાફરી કરવા માટેનું મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે . બીજા દેશોમાં આપણી ઓળખ માટે નું માન્યતાપ્રાપ્ત ઓળખપત્ર છે . ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને ક્યા રંગનો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે થોડી જાણકારી મેળવીએ. આધુનિક પાસપોર્ટ : ઇંગ્લેન્ડે સૌપ્રથમ વાર પાસપોર્ટને કાયદાકીય સ્વરૂપ આપ્યું . ઇંગ્લેન્ડના રાજા હેનરી પોચમાને આધુનિક પાસપોર્ટના જનક ગણાવી શકાય . તેમણે ઈ . સ . 1414માં બ્રિટનના નાગરિકોને અન્ય દેશમાં જવાના પરવાનારૂપે સંમતિપત્રક આપવાની શરૂઆત કરી હતી . આપણા ભારત દેશમાં 3 પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે ▶  રેગ્યુલરપાસપોર્ટ :-  આ પાસપોર્ટનો કલર નેવી બ્લ્યુ છે . આ સામાન્ય નાગરિકોને આપવામાં આવે છે . આ પાસપોર્ટનો બ્લૂ રંગ ભારતીયતા દર્શાવે છે . આનાથી વિદેશોમાં કસ્ટમ ઓફિસર કે બીજા કોઈ ઓફિસરને કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં તકલીફ પડતી નથી . બ્લૂ કલરને કારણે પાસપોર્ટ તપાસવાનું કામ સરળ બને છે . ▶ ઓફિશિયલ પાસપોર્ટ :-  આ પાસપોર્ટના કવરનો રંગ સફેદ હોય છે . આ પાસપોર્ટ ઓફિશિયલ લોકો માટે બનાવવામાં આવે છે. જે...

તાવ થી પરેશાન છો.....?? તો કરો આ સરળ ઉપાય

Image
➡ કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું છે ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઊતરીજાય છે અને તાવ ઊતર્યા પછી સવાર - સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી . ➡ કોઈપણ જાતનો તાવ આવ્યો તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે . સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવ ઊતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી . ➡ કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખી ઉકાળી , નીચે ઉતારી , ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે . ➡ લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે . ➡ તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે . ➡ ફ્યુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઊતરી જાય છે . ➡ તુલસીનાં પાન , અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ક્લનો તાવ મટે છે . ➡ પાંચ ગ્રામ તજ , ચાર ગ્રામ સૂંઠ , એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ , એક કપ ઊકળતા છે પાણીમાં નાખી ૧૫ - ૨૦ મિનિટ પછી તેમાં મધ ઉ...

શું તમે ખીલ થી પરેશાન છો...? તો જાણો આ ઘરેલુ ઉપચાર....

Image
➡ મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. ➡ જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે . ➡ દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે . ➡ જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે . ➡ નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે . ➡ લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે . ➡ છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા , મોં પરની કાળાશ દૂર છે થાય છે . ➡ રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોટું ધોવું પછી ચારોળીને શું દૂધમાં ઘસી લેપ લગાવી સૂઈ જવું . સવારના સાબુથી માં છે ધોવું , આ પ્રયોગથી ખીલ મટે છે . ➡ નાળિયેરનું દૂધ , કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર છે . લગાડવાથી ખીલ મટે છે . ➡ કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં લગાડવાથી જ ખીલ મટે છે . ➡ કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે . ' ➡ છ શીતળાના કાંટાને દૂધ સાથે ઘસીને ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો . ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે . ➡ ખૂબ પાકી ગયેલા પપૈયાન...

ગુજરાતી સિંગર કિંજલ દવે ની બર્થડે પર જાણો કિંજલ ની અજાણી વાતો...

Image
આજ કિંજલ દવે ની બર્થડે છે. પણ શુ તમેં કિંજલ દવે વિશે આટલું નહીં જાણતા હોય . તો જાણી લો . . કિંજલ નો જન્મ 1999 માં થયો હતો બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો. કિંજલ ના માતાપિતા ખુબજ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલ ને જાય છે. કિંજલ ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ લેવાં માટે 4 - 5કલાક તાપ માં ઉભા રહેતા •કિંજલ દવે ને ભલે ચાર - ચાર બંગડી વાળા સોંગ માટે દેશ વિદેશ માં જાણીતી થઈ હોય . પણ એના 100થી વધુ આલ્બમ આવી ચુક્યા છે . જેમાનાં કેટલાય આલ્બમ સુપરહીટ છે . . •માત્ર 18 વર્ષ ની ઉમરે જેને સફળતા ના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમ માં કામ કર્યું તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે. •પેહલા તેમની હાલત ખુબજ ખરાબ હતી . . પિતા લાલજી ભાઈ હીરા ઘસતાં હતા . અને સાથો - સાથ તેમના સંગીત ના શોખ ના લીધે ગાવાનો શોખ પણ પૂરો કરતા હતા . પણ સંઘર્ષ કરતા કરતા તેઓને ખબરજ ના પડી કે તેઓ એક નામના કમાઈ ચુક્યા છે . એક સમય એવો આવ્યો જ્યારે મોટાભાગ ના હીરાઘસુ લોકો બેકાર થઈ ગયા . •કિંજલ નાનપણ માંજ ગાયન ની બાબત માં આગળ વધી ગઈ . . પિતા સાથે તે દૂર દૂર ના ગામ...

ડબલ ઋતુના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો, આ 8 દેશી ઉપાય અજમાવશો તો થઇ જશે રાહત

Image
આજકાલ ડબલ ઋતુએ ભલભલાના સ્વાસ્થને નરમ કરી દીધું છે . સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુએ પગરવ કરી દીધો છે પણ બપોરની ગરમીએ લોકોના શરીરને તોડી નાંખ્યું છે . શહેરોમાં વાઇરલ ફીવરના કેસો . સામાન્ય થઇ ગયા છે . વાતાવરણમાં ફેરફાર થવાના કારણે હાલ બે ઋતુ જેવો માહોલ જોવા મળે છે . તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણીપીણીની આદતો પણ બદલાય હોય છે . જેના કારણે શરદી , ઉધરસ , તાવ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ છે . બદલાતી ઋતુના કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે . ખાંસીમાં છાતી , માથુ , પડખા , પાંસળા . તથા લમણામાં દુ : ખાવો થાય છે . અવાજ બેસી જાય , ગળું અને મોં સૂકાય છે . ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે . આવા સમયમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાથ્યને સુધારી શકાય છે . તો જાણી લો કઈ રીતે બચી શકાય છે બદલતી . ઋતુમાં શરદી ખાંસીથી . 1 . રોજ 10 - 15 તુલસીના પાન , 8 - 10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી , શરદીમાં રાહત થશે એટલું જ નહીં પણ ઝીણો તાવ આવતો હશે તો એ પણ ઠીક થઇ જશે . 2 . પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર અને આદુ ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે . ...

' બાહુબલી 2 ' ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ' 2 . 0 ' , તોડ્યો આ રેકોર્ડ

Image
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર સાયન્સ ફિક્શન ' 2 .0 ' ના ફેન્સઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે .ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી ફેન્સ તેને જોવા માટે ઘણાંએક્સાઈટેડ છે .ફિલ્મમાં અક્ષય કુમારનો નવો .અવતાર જોવા મળી રહ્યો છે અને તેમાં વીએફએક્સનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે . ફિલ્મઆ અઠવાડિયે રિલીઝ થવાની છે પણ રિલીઝ પહેલા જ ' 2 . 0 ' એ પ્રભાસની ' બાહુબલી 2 ' નો રેકોર્ડતોડી નાખ્યો છે . પ્રભાસની બાહુબલી 2 - ધ કન્ક્વઝન 2017માં હિટ રહી હતી. આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ શાનદાર હતું. ફિલ્મનાબોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડ્યા હતા . બાહુબલી - 2 દેશભરમાં લગભગ 6500 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને આફિલ્મ સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મ બનવાની છે . મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંતની2 . 0 બાહુબલીને પછાડીને 6600થી 6800 સ્ક્રીન પર રિલીઝ થશે . ઉત્તર ભારતમાં 2 . 0 4000થી 4100 સ્ક્રીન્સ પર રિલીઝ થશે . ખબરોનું માનીએ તો ફિલ્મને રિલીઝ પહેલા જ એડવાન્સબૂકિંગ લગભગ 120 કરોડ રૂપિયા કમાઈ લીધા છે . આ રિલીઝ પહેલા 100 કરોડનો આંકડો પાર કરનારી તામિલ ફિલ્મ બની ગઈ છે .  ઉલ્લેખનીય આ ફિલ્મમાં વી...