' બાહુબલી 2 ' ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ' 2 . 0 ' , તોડ્યો આ રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર સાયન્સ ફિક્શન ' 2 .0 ' ના ફેન્સઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે .ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી ફેન્સ તેને જોવા માટે ઘણાંએક્સાઈટેડ છે .ફિલ્મમાં અક્ષય કુમારનો નવો .અવતાર જોવા મળી રહ્યો છે અને તેમાં વીએફએક્સનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે . ફિલ્મઆ અઠવાડિયે રિલીઝ થવાની છે પણ રિલીઝ પહેલા જ ' 2 . 0 ' એ પ્રભાસની ' બાહુબલી 2 ' નો રેકોર્ડતોડી નાખ્યો છે .

પ્રભાસની બાહુબલી 2 - ધ કન્ક્વઝન 2017માં હિટ રહી હતી.

આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ શાનદાર હતું. ફિલ્મનાબોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ તોડ્યા હતા . બાહુબલી - 2 દેશભરમાં લગભગ 6500 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને આફિલ્મ સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મ બનવાની છે .

મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંતની2 . 0 બાહુબલીને પછાડીને 6600થી 6800 સ્ક્રીન પર રિલીઝ થશે . ઉત્તર ભારતમાં 2 . 0 4000થી 4100 સ્ક્રીન્સ પર રિલીઝ થશે . ખબરોનું માનીએ તો ફિલ્મને રિલીઝ પહેલા જ એડવાન્સબૂકિંગ લગભગ 120 કરોડ રૂપિયા કમાઈ લીધા છે . આ રિલીઝ પહેલા 100 કરોડનો આંકડો પાર કરનારી તામિલ ફિલ્મ બની ગઈ છે .

 ઉલ્લેખનીય આ ફિલ્મમાં વીએફએક્સમાં 500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે . આ વાતથી ફિલ્મને ઘણી રિલીઝ પહેલા ઘણાંચર્ચામાં છે .

2 . 0એ એડવાન્સ બુકિંગમાં એક અબજ થી વધુની કરી કમાણી

અક્ષય કુમાર અને રજનીકાંતની આ ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થવાની છે . જાણકારી અનુસાર ફિલ્મ રિલીઝ થતા પહેલા જ બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગના માધ્યમથી 120 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે . ઉલ્લેખનીય છે ફિલ્મ 2 . 0 ની દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે . જે બોક્સ ઓફિસ પર એક મોટા પ્રમાણમાં રિલીઝ થશે.

આ ફિલ્મનું બજેટ 500 કરોડથી વધુનું છે અને આ દેશમાં 6000થી વધુ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવશે . જોકે , આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાને બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શનની અસર 2 . 0 પર થવાની વાત કરવામાં આવી રહી છે . પરંતુ ટ્રેડ પંડિતોની વાત કરીએ તો તેમનું માનવું છે કે , 2 . 0આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હીટ ફિલ્મ સાબિત થશે . 2 . 0નું એડવાન્સ બુકિંગા અત્યાર સુધીમાં ખુબ જ શાનદાર રહ્યું છે . ફિલ્મ 120 કરોડ રૂપિયા એડવાન્સ બુકિંગથી કમાઇ લીધા છે . આ સાથે જ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ 100 કરોડ રૂપિયા રળનાર તમિલની પ્રથમ ફિલ્મ બની ગઇ છે .

હવે જોવાનું એ રહ્યું કે 2 . 0 બોક્સ ઓફિસ પર રિલીઝ થનારા દિવસે , વીકેન્ડ પર અને પૂરા લાઇફટાઇમમાં કેટલા રૂપિયાની કમાણી કરે છે . નોંધનીય છે કે , બાહુબલીનો રેકોર્ડ તોડવા માટે 2 . 0ને સમગ્ર ભારતમાં પૈસા કમાવવા આવશ્યક છે . એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે , 2 . 0 વિશ્વસ્તર પર સ્ક્રિન્સના મામલામાં અત્યાર સુધીની ભારત દ્વારા રિલીઝ કરવામાં આવતી સૌથી મોટી ફિલ્મ હશે . આ ફિલ્મનું નિર્દેશન એસ . શંકરે કર્યું છે . ફિલ્મમાં રજનીકાંત પોતાના જુના રોલમાં હશે . જ્યારે વિલનના રૂપે અક્ષય કુમાર નજર આવશે . ફિલ્મમાં એમી જેક્સન પણ છે.

Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....