પૂ. ગુરૂજી તરફ થી આજનો સંદેશ.....🙏જય સ્વામિનારાયણ🙏

1.આપણે જેનો મહિમા હોય એમાં પ્રેમ થાય અને જેમાં પ્રેમ થાય એનું સતત મનન ચિંતન થયા કરે.


2.આપણી સાથે રહેતા સંતો-ભક્તો આગળ ઉપસવાની ઈચ્છા રાખીશું તો એ સ્વભાવ મોટાપુરુષ અને ભગવાન સાથે પણ અથડાશે.


3.ભગવાન અને મોટાપુરુષ આગળ તો આપણે મોક્ષની ભીખ માગીએ છીએ માટે એમની આગળ ઉપસવાની ઈચ્છા રાખવી એ એક નંબરનું અજ્ઞાન છે.


4.જેને એક માણસ આગળ પણ ઉપસવાની ઈચ્છા રહે છે તે પાછી વૃતિ વાળીને ભગવાનમાં જોડાઈ શકતો નથી માટે જે દાસ થાય એને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.


5.આપણે દેહ નથી, આત્મા છીએ એ સ્વીકારતા નથી એટલે દેહભિમાનમાંથી અહંતા, મમતા જાગે છે અને ભગવાનનું ધ્યાન થતું નથી.


6.આત્મરૂપ દાસની સત્યસ્થિતિમાં આવ્યા વગર સત્ય એવા પરમાત્માને પામી શકાતા નથી.


7. આપણે જીવન જીવવામાં પુરુષોત્તમનારાયણ સિવાય બીજા કોઈ જ રસની જરૂર નથી.


8.રસાસ્વાદ, નિદ્રા, હિંસા અને વિક્ષેપ આ ચાર ધ્યાનના વિરોધી છે માટે એનો ત્યાગ કરે તો ધ્યાન થાય.


9.જીવને જે પામવાનો ખપ હોય ત્યાં દાસપણું કરવું અઘરું લાગતું નથી. માટે જેને ભગવાન પામવાનો ખપ હોય તે સહેજે જ સંતો-ભક્તોના દાસનુદાસ થઈ જાય છે.


10.પંચવિષયની વાસના આપણને બહુ દેખાય છે એટલે બહુ ભયંકર લાગે છે પરંતુ માન, ઉપસવાની વાસનાએ જીવનું જેટલું બગાડ્યું છે એટલું બીજા કોઈએ નથી બગાડ્યું. 


▶સ્વામિનારાયણ ના  ગ્રુપ જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....