જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-9....🙏જય સ્વામિનારાયણ🙏
1.મહારાજે કારિયાણીના સાતમા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનો યથાર્થ નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ છે. 2.આત્યંતિક પ્રલય પછી અક્ષરધામમાં જે સ્વરૂપ બિરાજમાન છે એ જ સ્વરૂપે મહારાજ મારી સામે સાક્ષાત બેઠા છે અને એમના સંતો-ભક્તો એ અક્ષરધામના મુકતો જ છે એમ જાણવું એ યથાર્થ નિશ્ચય છે. 3.આત્યંતિક કલ્યાણને અમીરી-ગરીબી સાથે કોઈ લેવાદેવા નથી એ તો આપણે મહારાજ અને સંતો ભક્તોમાં કેટલો દિવ્યભાવ રાખીએ છીએ એની ઉપર નિર્ભર છે. 4.કોઈ ગમે તેટલા નિયમો પાળતો હોય પણ જો તેને ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને સ્વપ્નમાં પણ અક્ષરધામના દર્શન થતા નથી. 5.મહારાજે વડતાલના 14માં વચનામૃતમાં કહ્યું છે કે: ગમે એટલા વર્ણાશ્રમના ધર્મ પાળ્યા હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લે તો એ સાધનનું પુણ્યમાત્ર બળી જાય છે. અને પહેલા કદાચ ગમે એટલા ધર્મ લોપાઈ ગયા હોય પણ જો ભગવાન અને સંતનો આશરો કરે અને એમના આજ્ઞા વચનમાં રહે તો પહેલા કરેલા બધા જ પાપ બળી જાય છે. 6.જેને પ્રગટ પ્રભુની ઉપાસના અને સાચા સંતનો સંગ આ બે મળી જાય એનો બેડો પાર થઈ જાય છે. 7.મહારાજ એવું કહેતા કે અક્ષરધામ અમારું છે અને...