Posts

Showing posts from January, 2019

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-8....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.સદ્.શ્રીગોપાળાનંદસ્વામીની દરેક વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરેલી વાતો મુજબની અને મહારાજની વાતોને સ્પષ્ટ કરનારી છે. 2.પાંચ પ્રકારના પુરૂષ છે જેને ઓળખીને સંગ કરવો:    2.1 પોતે ભગવાન ભજે અને પોતાને આશરે આવેલાને ભગવાન ભજાવે.   2.2 પોતે પોતાની રીતે ભગવાન ભજે.  2.3 બીજાની ઓથે રહીને ભગવાન ભજે પણ પોતે સ્વતંત્ર રીતે ન ભજે.   2.4 પોતે ભગવાન ના ભજે અને બીજા કોઈ ભગવાન ભજે તો પણ ઠીક અને ન ભજે તો પણ ઠીક.   2.5 પોતે ભગવાન ભજે નહીં અને બીજાને ભગવાન ભજવા દે પણ નહીં. 3.આજકાલ પોતે સત્સંગ કરે નહીં પણ બીજાને સત્સંગ કરાવવાના ઉત્સાહવાળા છઠ્ઠા પ્રકારના પુરુષો પણ જોવા મળે છે. 4.કેવા સાધુનો સંગ કરવો એ બાબતે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે:  4.1 ભગવાનના નિશ્ચય અને પંચવર્તમાનમાં સારધાર હોય પણ જો આપણને વઢી-ટોકીને આપણી ભૂલો સુધારે નહીં તો મુક્તાનંદસ્વામી જેવા લોકવ્યવહારે મોટા કહેવાતા હોય તો પણ તેમનો સંગ ન કરવો.    4.2 જે સંત આપણો સ્વભાવ દેખીને ખટકો રાખીને  જ્યાં સુધી એ સ્વભાવ સુધરે નહીં ત્યાં સુધી ટોકયા કર...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-7....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.જે મહારાજ અને સંતોની દ્રઢ નિષ્ઠા રાખે, નિસ્વાર્થભાવે સેવા કરે, સવારની કથાનો નિયમિત લાભ લે, અને સંતો-ભક્તોને મોટા માનીને એમનો દાસ થઈને રહે તેની આધ્યાત્મિકમાર્ગમાં ખૂબ ઝડપથી પ્રગતિ થાય છે. 2.જે સમૂહના લીડર સંતો ભક્તોના ખૂબ નિષ્ઠાવાન, આજ્ઞાંકિત હોય, નિર્માની અને નિષ્કપટ હોય, મહારાજ અને ગુરુજી ના સંબંધે પોતાના પરિવારજનો કરતાં સંતો-ભક્તોમાં વધારે હેત રાખતા હોય એ સમૂહ આધ્યાત્મિક માર્ગમાં ઝડપથી આગળ વધે છે. 3.જો આપણે સંતો-ભક્તોનો મહિમા, દિવ્યભાવ અને દાસભાવ દ્રઢ કરીએ તો માનરહિત અને સરળ તરત જ બની જઇએ. Be M.D. to become M.S. 4.સત્સંગમાં જેમ જેમ જુના થઈએ એમ એમ સંતો-ભક્તોનો મહિમા વધતો જાય તો આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તેમ કહેવાય. 5.મહારાજ અને સંતો-ભકતોનો મહિમા ઓછો પડે છે માટે જ કામ, ક્રોધ, માન આદિ દોષો પીડે છે. 6.જ્ઞાન ઝીણામાં ઝીણી,            સ્વખામી પરખૂબી જ,    ગીરીસમ માનશો તે દિ,           હરિને જશો પામી જ. 7.જ્યારે આપણને આપણામાં રહેલા ગુણ કે વિશેષતા આપણી મહેનતનું ફળ લાગે છે ત્યારે આપણને એનું અભિમાન આવે છે જે બી...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-6....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.ધર્મ બે પ્રકારનો છે:   1.1 વર્ણાશ્રમ ધર્મ, જે આ લોકમાં યશ, વિખ્યાતી અને પરલોકમાં વિષય પમાડે છે.   1.2 એકાંતિક ધર્મ કે ભાગવત ધર્મ, જેણે કરીને જીવ માયા તરીને ભગવાનના અક્ષરધામને પામે છે. 2.એકાંતિક ધર્મ અને ભક્તિ એ બે એક જ છે અને એનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર અવતાર લે છે. 3.કેવળ વર્ણાશ્રમ ધર્મ છે તે ભાગવત ધર્મથી અતિગૌણ છે અને એનું ફળ પણ અતિશય ગૌણ છે. 4.ભગવાનના ભક્તમાં કોઈ સ્વાભાવિક અલ્પ દોષ હોય તો તે જોવો નહીં અને તે દોષ જો પોતામાં હોય તો એને ટાળવાનો ઉપાય કરવો. 5.ભગવાનના ભક્ત ને વાદવિવાદે કરીને જીતીને રાજી થવું નહીં કારણકે જે વાદવિવાદે કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના કરનારા છે તેથી પણ વધુ પાપી છે. 6.હરિભક્ત થઈને દેહ સાથે ખૂબ હેત રાખે અને દેહના સંબંધી સાથે વેર રાખે તો એ કાંઈ સાચો વૈરાગ્ય નથી પણ આપણી કોઈ ગેરસમજ છે. 7.જે આત્મસત્તારૂપે રહી શકતા નથી એને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરાદિક શત્રુ પીડયા વિના રહેતા નથી. 8.જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ અતિશે દૃઢ નહીં હોય તો સત્સંગમાં જ્યારે અપમાન થશે કે દેહે કરીને દુઃખ આવશે ત્યારે જ્ઞાનાદિક ચાર ઢીલા થઈ જશે માટે સ...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-5 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.દયાના બે પ્રકાર છે:   2.1 લૌકિક: આ લોકમાં દેહે કરીને સુખિયો રહે એવી દયા. એ દયાએ કરીને જીવનું પરલોક બગડે અને એને બંધન થાય છે.   2.2 અલૌકિક: દેહ અને દેહસંબંધી પદાર્થ અને વ્યક્તિઓ તથા અહીંથી લઈને પ્રકૃતિપુરુષ સુધીના દરેક વસ્તુ-પદાર્થમાંથી પ્રીતિ તોડાવીને ભગવાનને વિષે પ્રીતિ કરાવે અને પછી ભગવાનના સ્વરૂપને વિષે જોડે એ દયા. એવી દયા તો ભગવાન તથા ભગવાનના એકાંતિક સાધુને વિશે જ હોય છે. 3.મા-બાપ તથા વડીલોએ તેમના બાળકો તથા કુટુંબીજનોનો સ્વભાવ બગડે, કુટેવો પડે કે પરલોક બગડે એવી દયા ન કરવી જોઈએ. 4.જે મા-બાપ પોતાના સંતાનોનો ભણતર કે ધંધામાં સમય બગડે એવા બહાના હેઠળ સંતાનોને સત્સંગ નથી કરવા દેતા તેઓને અંતે ઘણું દુઃખી થવું પડશે. 5.સંતાનોની અજ્ઞાનભરી માંગણીઓને પુરી ન કરતા તેમને કુનેહથી સમજાવીને સદ્દમાર્ગે અને સંસ્કારી રાખવાની આવડત મા-બાપમાં હોવી જોઈએ. 6.બધા એમ કહે છે કે મા-બાપને ભૂલશો નહીં પણ ખરેખર તો પહેલા મા-બાપે સંતાનોને સંસ્કાર દેવાનું ભૂલવું જોઈએ નહીં કેમ કે જો બાળકો સંસ્કારી હશે તો જ મા-બાપની સેવા કરશે. 7.આપણે આપણા મા-બાપ સાથે જેવું વર્તન કરીશું તેવું જ વર્તન આપણા બાળકો આપણી સાથે કરશે. 8....

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.ભગવાનનો મહિમા સિદ્ધ થશે પછી માયાનો મહિમા હૃદયમાંથી નીકળશે અને હૃદય ચોખ્ખું થશે પછી ભગવાનમાં જોડાવાશે. 2.સ્વામિનારાયણ ભગવાને પોતે આપેલો મંત્ર, મંદિરો, મૂર્તિઓ અને શાસ્ત્રો આપણને મળ્યા છે માટે આપણા જેવા ભાગ્યશાળી આ બ્રહ્માંડમાં કોઈ નથી. 3.વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમાદિક ધામોમાં ભક્ત સહિત ભગવાનની ઉપાસના છે જ્યારે અક્ષરધામમાં માત્ર એક સ્વામિનારાયણ ભગવાનની જ દ્વિચરણની ઉપાસના છે. 4.'સ્વામિનારાયણ' એ એક માત્ર પૂર્ણ પુરુષોત્તમનારાયણ નું જ નામ છે માટે જેને અક્ષરધામમાં જવું હોય તેણે સ્વામી અને નારાયણ એવું ભજન ન કરવું. 5.ખુશાલ ભટ્ટ નાથભક્ત સાથે સદાશિવભાઈને શિવમંદિરે મળવા ગયા ત્યારે મહાદેવ શિવલિંગમાંથી પ્રગટ થઈને ચોકમાં આવ્યા અને ખુશાલ ભટ્ટને દંડવત કર્યા અને સદાશિવભાઈને કહ્યું કે આ યોગીરાજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત છે અને તમારે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આ ભટ્ટજીની સ્નેહથી સેવા કરજો. 6.જે પોતાના શિષ્યોને સાચું જ્ઞાન આપીને આત્યંતિક કલ્યાણને રસ્તે ચડાવે એ જ સાચા મોટા પુરુષ છે. 7.ગોપાળાનંદસ્વામીએ જ્યાં જ્યાં વિચરણ કર્યું અને જે પરિવારોને શરણે લીધા એ પરિવારોમાં બહુ ગજબનું સામ...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-3 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.મહારાજની ઇચ્છા હોય તો રાજી થઈને પોતે પારાવાર પીડા સહન કરી લેનારા, મહારાજની મરજીનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ એવા આપણા દાદાગુરુ રાધારમણ સ્વામી જેવા તો લાખોમાં ભાગ્યે જ કોઈક હોય છે. 2.પરિવારજનોને જરૂર પૂરતુ દઈને પોતાના માથા સહિત બાકીનું બધું જ કેવળ ભગવાન અને સંતોને દઈ દેનારા ભક્તો કાળ, કર્મ અને માયા તરી ગયા છે અને આજે સત્સંગમાં આવા કેટલાય ભક્તો છે. 3.આપણા વખાણ થાય ત્યારે એમાંનું આપણામાં કેટલું છે એનું સંશોધન કરવું અને આપણે હવે આવા થવાનું છે તેવો  ઉપદેશ ગ્રહણ કરવો તો આપણને માન ન આવે. 4.આપણે બીજું ગમે તેટલું કરીએ પણ સંતો-ભક્તોનો મહિમા નહીં સમજીએ તો આનંદમાં નહીં રહી શકીએ. 5.ગોપાળાનંદસ્વામીએ વાડીમંદિરમાં પાંચ ભક્તોના આગ્રહને કારણે એક જ દિવસે અને એક જ ટાણે પાંચેયની રસોઈ કરાવીને સાધુ, બ્રાહ્મણ અને ઉત્સવિયા ભક્તોને જમાડી. પછી જમનારાઓને પાંચ દિવસ અને પાંચ રાત સુધી સતત ધૂન-ભજન અને કથા કરાવી અને એ દરમિયાન કોઈને ભૂખ અને તરસ લાગવા દીધા નહીં. ▶સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏 ⏩ Whatsappgroup :- https://chat.whatsapp.co...