શું તમે ખીલ થી પરેશાન છો...? તો જાણો આ ઘરેલુ ઉપચાર....


➡ મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.

➡ જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે .

➡ દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે .

➡ જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે .

➡ નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે .

➡ લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે .

➡ છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા , મોં પરની કાળાશ દૂર છે થાય છે .

➡ રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોટું ધોવું પછી ચારોળીને શું દૂધમાં ઘસી લેપ લગાવી સૂઈ જવું . સવારના સાબુથી માં છે ધોવું , આ પ્રયોગથી ખીલ મટે છે .

➡ નાળિયેરનું દૂધ , કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર છે . લગાડવાથી ખીલ મટે છે .

➡ કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં લગાડવાથી જ ખીલ મટે છે .

➡ કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે . '

➡ છ શીતળાના કાંટાને દૂધ સાથે ઘસીને ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો . ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે .

➡ ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને , છુંદીને તેની માલિશ છે મોઢા પર કરવી . પંદર - વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી સરસ ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલદી કોપરેલ લગાડવું . એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે .મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે . તુલસીનાં પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે .

➡ પાકાં ટામેટાંને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરેધીરે લગાડીને થોડી વાર સુકાવા દો . ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે .

➡ ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીંજાવીને નીચોવીને તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે .

➡ લોબાન , સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ , લીમડાનાં પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે .











Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....