તાવ થી પરેશાન છો.....?? તો કરો આ સરળ ઉપાય


➡ કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું છે ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઊતરીજાય છે અને તાવ ઊતર્યા પછી સવાર - સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી .

➡ કોઈપણ જાતનો તાવ આવ્યો તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે .
સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવ ઊતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી .

➡ કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખી ઉકાળી , નીચે ઉતારી , ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે .

➡ લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે .

➡ તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે .

➡ ફ્યુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઊતરી જાય છે .

➡ તુલસીનાં પાન , અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ક્લનો તાવ મટે છે .

➡ પાંચ ગ્રામ તજ , ચાર ગ્રામ સૂંઠ , એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ , એક કપ ઊકળતા છે પાણીમાં નાખી ૧૫ - ૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી છે પીવાથી લૂનો તાવ - બેચેની મટે છે .

➡ ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી લૂનો તાવ મટે છે .

➡ એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધપીવાથી ટાઢિયો તાવ મટે છે .

➡ ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે .

➡ ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે .

➡ મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે .

➡ જીરું વાટીને ચાર ગણા પાણીમાં ચતે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે .

➡ ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે .

➡ તુલસી , કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ મટે છે .

➡ તુલસીનો રસ ૧૦ ગ્રામ , આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે .

➡ ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરી જાય છે .

➡ મેલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી , મસળી , ગાળી , થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે .

➡ કુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે .

➡ મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે .

➡ એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવીરાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે .

➡ તુલસીનો રસ ૧૦ ગ્રામ , મરીનું ચૂર્ણ ૫ ગ્રામ , વા ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે .

➡ વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે .

➡ શરદીને લીધે આવતા તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે .

➡ સંનિપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિશ કરવાથી આરામ થાય છે.

➡ આદુ , લીંબુ અને તુલસીના રસ સાથે મધ મેળવીને ઉપયોગ કરવાથી ઉધરસ - શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતી કળતર મટે છે .

➡ ફ્લના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો  રસ છે દિવસમાં ચાર - પાંચ વાર પીવાથી લૂનો તાવ ઊતરે છે .


▶ આવી જ અવનવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો....અને શેર કરવાનું ભૂલતા નહીં.....

⏩ https://chat.whatsapp.com/KP2pkQjodJX0F0aeoELyCc

Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....