ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....

તમે જાણ તા જ હશો કે પાસપોર્ટ વિદેશમાં મુસાફરી કરવા માટેનું મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે . બીજા દેશોમાં આપણી ઓળખ માટે નું માન્યતાપ્રાપ્ત ઓળખપત્ર છે . ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને ક્યા રંગનો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે થોડી જાણકારી મેળવીએ.

આધુનિક પાસપોર્ટ : ઇંગ્લેન્ડે સૌપ્રથમ વાર પાસપોર્ટને કાયદાકીય સ્વરૂપ આપ્યું . ઇંગ્લેન્ડના રાજા હેનરી પોચમાને આધુનિક પાસપોર્ટના જનક ગણાવી શકાય . તેમણે ઈ . સ . 1414માં બ્રિટનના નાગરિકોને અન્ય દેશમાં જવાના પરવાનારૂપે સંમતિપત્રક આપવાની શરૂઆત કરી હતી .


આપણા ભારત દેશમાં 3 પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે

▶ રેગ્યુલરપાસપોર્ટ :- આ પાસપોર્ટનો કલર નેવી બ્લ્યુ છે . આ સામાન્ય નાગરિકોને આપવામાં આવે છે . આ પાસપોર્ટનો બ્લૂ રંગ ભારતીયતા દર્શાવે છે . આનાથી વિદેશોમાં કસ્ટમ ઓફિસર કે બીજા કોઈ ઓફિસરને કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં તકલીફ પડતી નથી . બ્લૂ કલરને કારણે પાસપોર્ટ તપાસવાનું કામ સરળ બને છે .

▶ ઓફિશિયલ પાસપોર્ટ :- આ પાસપોર્ટના કવરનો રંગ સફેદ હોય છે . આ પાસપોર્ટ ઓફિશિયલ લોકો માટે બનાવવામાં આવે છે. જે લોકો સરકારી કામકાજ માટે વિદેશ જાય છે તેમને સફેદ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે . આ કલરથી તેઓ સરકારી અધિકારી છે તેની જાણ થાય છે .


▶ ડિપ્લોમેટિકપાસપોર્ટ :- આના કવરનો કલર મરૂન હોય છે . આ સિનિયર ઓફિસર્સ અને ઇન્ડિયન ડિપ્લોમેટ્સને આપવામાં આવે છે . ભારતીય રાજકારણીઓ અને આઇએએસ , આઇપીએસ જેવા ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય સિનિયર ગવર્નમેન્ટ ઓફિસર્સને આ પાસપોર્ટ આપવામાં આવે છે . આ પાસપોર્ટને લીધે આ ઓફિસર્સને વિદેશોમાં મુસાફરીથી માંડીને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે .
 આવીજ નવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો...અને ગમે તો શરે જરૂર કરજો🙏
 




Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏