જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-2 ....🙏જય સ્વામિનારાયણ🙏

1.સદગુણો જ આપણી સાચી સંપત્તિ છે કેમ જે ગોવિંદ ગુણોથી રીઝે છે માટે ગમે તેમ કરીને સારા ગુણ કેળવવા.


2.આપણામાં રહેલા દુર્ગુણો ઓળખીને તેમને હટાવવા એ સત્સંગનો પહેલો પાઠ છે.


3.ભગવાન મળે એ જ મનુષ્ય જન્મનું ફળ છે, એમના સિવાયનું જેટલું બીજું ભેગું કરીશું એ બધું જ અંતે છોડવું પડશે.


4.ભગવાનને પામવાનો નિશ્ચય જેટલો દ્રઢ હશે એટલો જ આપણામાં સુધારો થશે.


5.મહારાજ અને મુક્તો આપણી સાથે જ  છે અને આપણી બધી જ પ્રાર્થના સાંભળતા હોય છે.


6.પરમ-કલ્યાણને પામવાની ઈચ્છા ધરાવતા રણછોડરાયજીના ભક્ત દાવોલના જેઠાભાઇને રણછોડરાયજીએ દર્શન દઇને ગઢડા શ્રીજી મહારાજ પાસે મોકલ્યા અને દાવોલના એવા જ શિવભક્ત ખોડાભાઈને શિવજીએ દર્શન દઇને ગોપાળાનંદસ્વામી પાસે મોકલ્યા અને એ બંનેને મહારાજ અંતે ધામમાં તેડી ગયા.


7.વૈકુંઠ, ગોલોક આદિ ભગવાનના જ ધામ છે અને ભગવાન જ ત્યાં તે તે સ્વરૂપે દર્શન દે છે પણ આત્યંતિક મોક્ષ તો અક્ષરધામને પામવું તે જ છે.


8.માત્ર શ્રીજી મહારાજ કે એમના સંત જેને અક્ષરધામમાં લઈ જાય એને જ ત્યાં પ્રવેશ મળે છે બીજા કોઈથી ત્યાં પ્રવેશ કરી શકાતો નથી.


9.જેવી રીતે દેવ-દેવીઓ, અવતારો, ઈશ્વરો પરમ કલ્યાણને ઈચ્છતા એવા પોતાના ભક્તોને શ્રીજી મહારાજ પાસે મોકલતા તેવી જ રીતે તેઓ તેમના ભક્તોને ગોપાળાનંદ સ્વામી પાસે મોકલતા, એ છે ગોપાળાનંદસ્વામીની વિશેષતા.


▶સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏



Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....