જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-1 ....🙏જય સ્વામિનારાયણ🙏

1.ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે આ કાળઝાળ સંસારમાંથી બની શકે એટલું નીકળીને રવીસભા આદિક સર્વે કથા-વાર્તાના પોગ્રામનો અચૂક લાભ લેતા રહેવો.


2.આપણા માથે સંસારની ઘણી બધી જવાબદારીઓ છે પણ એમાંની પહેલી અને મુખ્ય જવાબદારી એ છે કે પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું કે જેથી કરીને આ લોકમાં પાછું આવવું પડે નહીં.


3.ગુરુદેવ અને રાજાના દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું નહીં.


4.મહારાજ અને સંતો-ભક્તોનો મહિમા જેટલો આપણે જાણતા હોઈએ છીએ એનાથી પણ ઘણો વધારે હોય છે.


5.પોતાની સફળતાનો યશ બીજા કોઈના માર્ગદર્શન કે મદદને દેવા જેવું વસમુ કામ તો મહારાજના નિશ્ચયવાળા કોઈ ડાહ્યા સત્સંગી જ કરી શકે છે.


6.સ્વામિનારાયણ ભગવાન ક્યારેય પોતે યશ રાખતા નહિ. જે જેટલા પાત્ર હોય એને એટલો યશ દઈ દેતા.


7.શ્રીજી મહારાજનો મહિમા ગાતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, મહારાજે જ્યાં લઘુશંકા કે બહિર્ભુમિ ગયા હોય તે ઠેકાણે થી અક્ષરધામ સુધી સોનાની ઈંટો વડે પગથિયાં કરીયે  તો પણ એ પગથિયાં એ ભૂમિના કોટિમાં ભાગ બરાબર પણ કહેવાય નહિ. પછી મહારાજે પોતે ગોપાળાનંદસ્વામીનો મહિમા ગાતા કહ્યું કે તમે કહ્યો તેવો મહિમા તો તમારો છે અને તમે તો અક્ષર મુક્ત છો અને તમારા એક એક રોમમાં અનંત કોટી પૂર્ણાનંદ મુકતો ઉડતા ફરે છે.


8.શ્રીજી મહારાજનો મહિમા જાણવામાં આપણે બહુ કસર રહી ગઈ છે માટે આ મહિમાવર્ષમાં રોજ મહારાજ અને સંતો-ભક્તોનો મહિમા વિચારવાનો અભ્યાસ કરીશું ત્યારે ઉચ્ચ સ્થિતિ પામીશું.


9.જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડીએ તો બધી ડાળી,પાંદડાં સુધી પાણી પહોંચી જાય છે તેમ જો પુરુષોત્તમનારાયણનો મહિમા થશે તો એના સંબંધમાં આવેલા બધાનો મહિમા થશે.


10.રાગ-દ્વેષને કારણે જો આપણે શ્રીજી મહારાજને ભૂલીને માત્ર આપણા જ દેશ,ધામ કે ગુરુપરંપરાનો મહિમા ગાઈશું તો છેવટે આખા સંપ્રદાયને નુકસાન થશે.

▶સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏




Comments

  1. જય શ્રી સ્વામિનારાયણ

    આપણો સંપ્રદાય ષડ્યંગી સંપ્રદાય છે. એમ

    દેવ
    મંદિર
    આચાર્ય
    શાસ્ત્રો
    સંતો
    હરિભક્તો
    આમાંથી કોઈને ગૌણ કરી નથી શકતું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....