જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-5 ....🙏જય સ્વામિનારાયણ🙏
1.દયાના બે પ્રકાર છે:
2.1 લૌકિક: આ લોકમાં દેહે કરીને સુખિયો રહે એવી દયા. એ દયાએ કરીને જીવનું પરલોક બગડે અને એને બંધન થાય છે.
2.2 અલૌકિક: દેહ અને દેહસંબંધી પદાર્થ અને વ્યક્તિઓ તથા અહીંથી લઈને પ્રકૃતિપુરુષ સુધીના દરેક વસ્તુ-પદાર્થમાંથી પ્રીતિ તોડાવીને ભગવાનને વિષે પ્રીતિ કરાવે અને પછી ભગવાનના સ્વરૂપને વિષે જોડે એ દયા. એવી દયા તો ભગવાન તથા ભગવાનના એકાંતિક સાધુને વિશે જ હોય છે.
3.મા-બાપ તથા વડીલોએ તેમના બાળકો તથા કુટુંબીજનોનો સ્વભાવ બગડે, કુટેવો પડે કે પરલોક બગડે એવી દયા ન કરવી જોઈએ.
4.જે મા-બાપ પોતાના સંતાનોનો ભણતર કે ધંધામાં સમય બગડે એવા બહાના હેઠળ સંતાનોને સત્સંગ નથી કરવા દેતા તેઓને અંતે ઘણું દુઃખી થવું પડશે.
5.સંતાનોની અજ્ઞાનભરી માંગણીઓને પુરી ન કરતા તેમને કુનેહથી સમજાવીને સદ્દમાર્ગે અને સંસ્કારી રાખવાની આવડત મા-બાપમાં હોવી જોઈએ.
6.બધા એમ કહે છે કે મા-બાપને ભૂલશો નહીં પણ ખરેખર તો પહેલા મા-બાપે સંતાનોને સંસ્કાર દેવાનું ભૂલવું જોઈએ નહીં કેમ કે જો બાળકો સંસ્કારી હશે તો જ મા-બાપની સેવા કરશે.
7.આપણે આપણા મા-બાપ સાથે જેવું વર્તન કરીશું તેવું જ વર્તન આપણા બાળકો આપણી સાથે કરશે.
8.મોટાને વિવશ કરીને એમની પાસેથી આ લોકની માન-મોટપ સંબધી દયા લેવી નહીં, નહીતો છેવટે પારાવાર દુ:ખી થવું પડશે.
▶ સ્વામિનારાયણ ના ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏
⏩ WHATSAPP GROUP:-https://chat.whatsapp.com/DYV4yXLdn091JVJZAcV8hF
⏩FACEBOOK PAGE:-https://www.facebook.com/Jay-Swaminarayan-362627597618114/
This is baps
ReplyDeleteThis is only mahraj pic
ReplyDeleteBaps swaminarayan mandir ma mahraj and swami na photo che
ReplyDeleteThis blog is not by BAPS satsangi.
ReplyDeleteThis murti is Tapi mandir, not baps mandir