જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-7....🙏જય સ્વામિનારાયણ🙏


1.જે મહારાજ અને સંતોની દ્રઢ નિષ્ઠા રાખે, નિસ્વાર્થભાવે સેવા કરે, સવારની કથાનો નિયમિત લાભ લે, અને સંતો-ભક્તોને મોટા માનીને એમનો દાસ થઈને રહે તેની આધ્યાત્મિકમાર્ગમાં ખૂબ ઝડપથી પ્રગતિ થાય છે.

2.જે સમૂહના લીડર સંતો ભક્તોના ખૂબ નિષ્ઠાવાન, આજ્ઞાંકિત હોય, નિર્માની અને નિષ્કપટ હોય, મહારાજ અને ગુરુજી ના સંબંધે પોતાના પરિવારજનો કરતાં સંતો-ભક્તોમાં વધારે હેત રાખતા હોય એ સમૂહ આધ્યાત્મિક માર્ગમાં ઝડપથી આગળ વધે છે.

3.જો આપણે સંતો-ભક્તોનો મહિમા, દિવ્યભાવ અને દાસભાવ દ્રઢ કરીએ તો માનરહિત અને સરળ તરત જ બની જઇએ. Be M.D. to become M.S.

4.સત્સંગમાં જેમ જેમ જુના થઈએ એમ એમ સંતો-ભક્તોનો મહિમા વધતો જાય તો આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તેમ કહેવાય.

5.મહારાજ અને સંતો-ભકતોનો મહિમા ઓછો પડે છે માટે જ કામ, ક્રોધ, માન આદિ દોષો પીડે છે.

6.જ્ઞાન ઝીણામાં ઝીણી,
           સ્વખામી પરખૂબી જ,
   ગીરીસમ માનશો તે દિ,
          હરિને જશો પામી જ.

7.જ્યારે આપણને આપણામાં રહેલા ગુણ કે વિશેષતા આપણી મહેનતનું ફળ લાગે છે ત્યારે આપણને એનું અભિમાન આવે છે જે બીજાને ગૌણ દેખાડે છે અને અભાવ-અવગુણ લેવડાવે છે.

8.જો આપણને સંતો-ભક્તો નાના કે નબળા લાગતા હોય તો આપણને હજી મહારાજ સમજાયા જ નથી.

▶ સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏

Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....