જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏
1.ભગવાનનો મહિમા સિદ્ધ થશે પછી માયાનો મહિમા હૃદયમાંથી નીકળશે અને હૃદય ચોખ્ખું થશે પછી ભગવાનમાં જોડાવાશે.
2.સ્વામિનારાયણ ભગવાને પોતે આપેલો મંત્ર, મંદિરો, મૂર્તિઓ અને શાસ્ત્રો આપણને મળ્યા છે માટે આપણા જેવા ભાગ્યશાળી આ બ્રહ્માંડમાં કોઈ નથી.
3.વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમાદિક ધામોમાં ભક્ત સહિત ભગવાનની ઉપાસના છે જ્યારે અક્ષરધામમાં માત્ર એક સ્વામિનારાયણ ભગવાનની જ દ્વિચરણની ઉપાસના છે.
4.'સ્વામિનારાયણ' એ એક માત્ર પૂર્ણ પુરુષોત્તમનારાયણ નું જ નામ છે માટે જેને અક્ષરધામમાં જવું હોય તેણે સ્વામી અને નારાયણ એવું ભજન ન કરવું.
5.ખુશાલ ભટ્ટ નાથભક્ત સાથે સદાશિવભાઈને શિવમંદિરે મળવા ગયા ત્યારે મહાદેવ શિવલિંગમાંથી પ્રગટ થઈને ચોકમાં આવ્યા અને ખુશાલ ભટ્ટને દંડવત કર્યા અને સદાશિવભાઈને કહ્યું કે આ યોગીરાજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત છે અને તમારે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આ ભટ્ટજીની સ્નેહથી સેવા કરજો.
6.જે પોતાના શિષ્યોને સાચું જ્ઞાન આપીને આત્યંતિક કલ્યાણને રસ્તે ચડાવે એ જ સાચા મોટા પુરુષ છે.
7.ગોપાળાનંદસ્વામીએ જ્યાં જ્યાં વિચરણ કર્યું અને જે પરિવારોને શરણે લીધા એ પરિવારોમાં બહુ ગજબનું સામર્થ્ય આવ્યું હતું.
8.શ્રીજી મહારાજ ખુશાલ ભટ્ટની સાથે અખંડ રહેતા અને જ્યારે તેઓ સદાશિવભાઈના ઘરે થાળ જમે ત્યારે મહારાજ પણ તેમની સાથે થાળ જમતા હતા જે માત્ર સદાશિવભાઈ અને તેમના પત્ની દેખતા.
9.નાથભક્તે સદાશિવભાઈને ખુશાલ ભટ્ટની ઓળખાણ કરાવી પછી જ્યારે ખુશાલ ભટ્ટ સદાશિવ ભાઈના ઘરે જ રહેવા,જમવા લાગ્યા તોપણ નાથભક્તને સદાશિવભાઈની ઈર્ષા કે અભાવ નહોતો આવ્યો કેમજે એમને સદાશિવભાઈના મહિમાનો સ્વીકાર હતો.
10.બીજાના અવગુણ અને દોષો જોવાથી આપણામાં રહેલા દોષોની વેદના રહેતી નથી અને જેની વેદના ન હોય એ દોષ કોઈ દિવસ ટળે નહીં.
▶ સ્વામિનારાયણ ના ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏
⏩ WHATSAPP GROUP:-https://chat.whatsapp.com/DYV4yXLdn091JVJZAcV8hF
⏩FACEBOOK PAGE:-https://www.facebook.com/Jay-Swaminarayan-362627597618114/
Comments
Post a Comment