જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-6....🙏જય સ્વામિનારાયણ🙏

1.ધર્મ બે પ્રકારનો છે:

  1.1 વર્ણાશ્રમ ધર્મ, જે આ લોકમાં યશ, વિખ્યાતી અને પરલોકમાં વિષય પમાડે છે.

  1.2 એકાંતિક ધર્મ કે ભાગવત ધર્મ, જેણે કરીને જીવ માયા તરીને ભગવાનના અક્ષરધામને પામે છે.


2.એકાંતિક ધર્મ અને ભક્તિ એ બે એક જ છે અને એનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર અવતાર લે છે.


3.કેવળ વર્ણાશ્રમ ધર્મ છે તે ભાગવત ધર્મથી અતિગૌણ છે અને એનું ફળ પણ અતિશય ગૌણ છે.


4.ભગવાનના ભક્તમાં કોઈ સ્વાભાવિક અલ્પ દોષ હોય તો તે જોવો નહીં અને તે દોષ જો પોતામાં હોય તો એને ટાળવાનો ઉપાય કરવો.

5.ભગવાનના ભક્ત ને વાદવિવાદે કરીને જીતીને રાજી થવું નહીં કારણકે જે વાદવિવાદે કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના કરનારા છે તેથી પણ વધુ પાપી છે.


6.હરિભક્ત થઈને દેહ સાથે ખૂબ હેત રાખે અને દેહના સંબંધી સાથે વેર રાખે તો એ કાંઈ સાચો વૈરાગ્ય નથી પણ આપણી કોઈ ગેરસમજ છે.


7.જે આત્મસત્તારૂપે રહી શકતા નથી એને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરાદિક શત્રુ પીડયા વિના રહેતા નથી.

8.જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ અતિશે દૃઢ નહીં હોય તો સત્સંગમાં જ્યારે અપમાન થશે કે દેહે કરીને દુઃખ આવશે ત્યારે જ્ઞાનાદિક ચાર ઢીલા થઈ જશે માટે સત્સંગ કરવો તે આત્મસત્તારૂપે રહીને દ્રઢપણે કરવો.


9.પોતાના હિતની વાત દુઃખ લગાડીને કહે એ મિત્રનું લક્ષણ છે.

10.માન-અપમાન કે સુખ-દુઃખ આવે તો પણ સંતો-ભક્તો ભેળા રહેવાનો ઠરાવ રાખવો કેમ જે, જેઓ સંતો-ભક્તોથી અલગ થઈ જાય છે એના ધર્મ, ભક્તિઆદિક ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે.


▶ સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


 WHATSAPP GROUP:-https://chat.whatsapp.com/DYV4yXLdn091JVJZAcV8hF

FACEBOOK PAGE:-https://www.facebook.com/Jay-Swaminarayan-362627597618114/


Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....