જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-8....🙏જય સ્વામિનારાયણ🙏

1.સદ્.શ્રીગોપાળાનંદસ્વામીની દરેક વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરેલી વાતો મુજબની અને મહારાજની વાતોને સ્પષ્ટ કરનારી છે.

2.પાંચ પ્રકારના પુરૂષ છે જેને ઓળખીને સંગ કરવો:
  
2.1 પોતે ભગવાન ભજે અને પોતાને આશરે આવેલાને ભગવાન ભજાવે.

  2.2 પોતે પોતાની રીતે ભગવાન ભજે.

 2.3 બીજાની ઓથે રહીને ભગવાન ભજે પણ પોતે સ્વતંત્ર રીતે ન ભજે.

  2.4 પોતે ભગવાન ના ભજે અને બીજા કોઈ ભગવાન ભજે તો પણ ઠીક અને ન ભજે તો પણ ઠીક.

  2.5 પોતે ભગવાન ભજે નહીં અને બીજાને ભગવાન ભજવા દે પણ નહીં.

3.આજકાલ પોતે સત્સંગ કરે નહીં પણ બીજાને સત્સંગ કરાવવાના ઉત્સાહવાળા છઠ્ઠા પ્રકારના પુરુષો પણ જોવા મળે છે.

4.કેવા સાધુનો સંગ કરવો એ બાબતે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે:

 4.1 ભગવાનના નિશ્ચય અને પંચવર્તમાનમાં સારધાર હોય પણ જો આપણને વઢી-ટોકીને આપણી ભૂલો સુધારે નહીં તો મુક્તાનંદસ્વામી જેવા લોકવ્યવહારે મોટા કહેવાતા હોય તો પણ તેમનો સંગ ન કરવો.
  
4.2 જે સંત આપણો સ્વભાવ દેખીને ખટકો રાખીને  જ્યાં સુધી એ સ્વભાવ સુધરે નહીં ત્યાં સુધી ટોકયા કરે અને લલોચપો રાખે નહીં  તે આ લોક વ્યવહારે મોટા ન કહેવાતા હોય તો પણ તેમનો સંગ કરવો.

5.જે મુમુક્ષુને સત્પુરુષમાં હેત હોય, એ સંત એના સ્વભાવ ટાળવા માટે ટોકતા હોય અને સંત જ્યારે વઢે ત્યારે એને આનંદ થાય એવો જે હોય એના જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવ-પ્રકૃતિ પણ નાશ થઇ જાય .

▶ સ્વામિનારાયણ ના  ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏

Comments

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....