શું તમે જાણો છો? તેલ અને ગેસનાભંડાર કેવી રીતે શોધાય છે?



આપણે પેટ્રોલિયમ , કોલસો , ગેસ , સૌર ઊર્જા અને વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ , પણ તેલ અને ગેસના ભંડાર ક્યાં આવેલા છે અને તેની શોધ કેવી રીતે થાય છે , તેનો તમને ખ્યાલ છે ખરો ? જમીનની નીચેથી તેલ અને ગેસના ભંડાર શોધવા માટે જમીનમાં લગભગ 200 ફીટ ઊંડું બોરિંગ કરવામાં આવે છે અને લગભગ અઢીસો કિ.ગ્રા. નો બોમ્બ કે ડાયનામાઇટ નીચે નાખીને વિસ્ફોટ કરવામાં આવે છે . આના લીધે દસ કિ . મી . જેટલી જમીન ધ્રુજે છે . વિસ્ફોટ પછી ઉત્પન્ન થયેલા સીમિક તરંગોને સીસ્મિક ફોનથી રેકોર્ડ કરવામાં આવે છે .

તે પછી તેના ડેટા તરંગોને જિયોલોજિસ્ટ સુપર કમ્યુટર્સની મદદથી એનાલિસિસ કરે છે . જેનાથી ખ્યાલ આવે છે કે એક્સપ્લોરેશન સાઇટ પર કેટલા પ્રમાણમાં ગેસ અનેતેલનો ભંડાર રહેલો છે . તે પછી ત્યાં ગેસ અને કાચા તેલના કૂવા ખોદવામાં આવે છે . જ્યારે દરિયા કે નદીમાં જહાજની મદદથી પાણીમાં સીસ્મિક વેઝ છોડવામાં આવે છે. તે પાણીની અંદર રહેલા વિવિધ પદાર્થો જેવા કે , ખડક , તેલ અને ગેસના ભંડારો સાથે અથડાઈને જહાજમાં લગાવેલા હાઇડ્રોફોન્સ કે સીસ્મોમીટર સાથે અથડાય છે .

આ સૂચનાને એકઠી કરી ભૂવૈજ્ઞાનિકો સુપર કમ્યુટરની મદદથી એનાલિસિસ કરે છે . તે જગ્યાએ તેલ અને ગેસ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે . આ આખી પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગે છે . એ પછી તેમાંથી જે તેલ અથવા ગેસ નીકળે તેની પ્રોસેસ કરીને માર્કેટમાં ઓઇલ અને ગેસનો સપ્લાય કરવામાં આવે છે.
                   

▶આવીજ નવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો...અને ગમે તો શરે જરૂર કરજો🙏


Comments

Post a Comment

Popular posts from this blog

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-4 ....🙏જય સ્વામિનારાયણ🙏

ભારત દેશમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે અને કયા રંગનો કયો પાસપોર્ટ કોના માટે હોય છે એ વિશે જાણો....