જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-9....🙏જય સ્વામિનારાયણ🙏
1.મહારાજે કારિયાણીના સાતમા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનો યથાર્થ નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ છે.
2.આત્યંતિક પ્રલય પછી અક્ષરધામમાં જે સ્વરૂપ બિરાજમાન છે એ જ સ્વરૂપે મહારાજ મારી સામે સાક્ષાત બેઠા છે અને એમના સંતો-ભક્તો એ અક્ષરધામના મુકતો જ છે એમ જાણવું એ યથાર્થ નિશ્ચય છે.
3.આત્યંતિક કલ્યાણને અમીરી-ગરીબી સાથે કોઈ લેવાદેવા નથી એ તો આપણે મહારાજ અને સંતો ભક્તોમાં કેટલો દિવ્યભાવ રાખીએ છીએ એની ઉપર નિર્ભર છે.
4.કોઈ ગમે તેટલા નિયમો પાળતો હોય પણ જો તેને ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને સ્વપ્નમાં પણ અક્ષરધામના દર્શન થતા નથી.
5.મહારાજે વડતાલના 14માં વચનામૃતમાં કહ્યું છે કે:
ગમે એટલા વર્ણાશ્રમના ધર્મ પાળ્યા હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લે તો એ સાધનનું પુણ્યમાત્ર બળી જાય છે.
અને પહેલા કદાચ ગમે એટલા ધર્મ લોપાઈ ગયા હોય પણ જો ભગવાન અને સંતનો આશરો કરે અને એમના આજ્ઞા વચનમાં રહે તો પહેલા કરેલા બધા જ પાપ બળી જાય છે.
6.જેને પ્રગટ પ્રભુની ઉપાસના અને સાચા સંતનો સંગ આ બે મળી જાય એનો બેડો પાર થઈ જાય છે.
7.મહારાજ એવું કહેતા કે અક્ષરધામ અમારું છે અને સર્વોપરી એવો જે હું તે તમને સહુને મારા સામર્થ્યે કરીને તે ધામને પમાડીશ.
8.આપણે જે સાધનો કરી શકતા હોઈએ અને જેઓનાથી આવા સાધનો ન થતા હોય એમનો જો આપણને અભાવ આવે તો એ સાધનનું અભિમાન દર્શાવે છે.
9.ભગવાનના નિશ્ચય, આશરા અને ઉપાસનાની વાતો સાંભળ્યા પછી જો આજ્ઞાપાલન ગૌણ કરી દઈએ તો આપણે અવળું સમજ્યા કહેવાઈએ.
10.આપણે સાધનનું બળ છોડી દઈએ છતાં સાધન ન છોડીએ અને પ્રધાનતા તો મહારાજના અશરાની અને સંતો ભક્તોમાં દિવ્યબુદ્ધિની જ રાખીએ તો સાચી ઉપાસના સમજાણી કહેવાય.
▶ સ્વામિનારાયણ ના ગ્રુપમાં જોડવો નીચે લીંક ટચ કરો...અને ગમે તો શરે જરૂર કરજો🙏
⏩ WHATSAPP GROUP:-https://chat.whatsapp.com/DYV4yXLdn091JVJZAcV8hF
⏩FACEBOOK PAGE:-https://www.facebook.com/Jay-Swaminarayan-362627597618114/

Comments
Post a Comment