Posts

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-2 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.સદગુણો જ આપણી સાચી સંપત્તિ છે કેમ જે ગોવિંદ ગુણોથી રીઝે છે માટે ગમે તેમ કરીને સારા ગુણ કેળવવા. 2.આપણામાં રહેલા દુર્ગુણો ઓળખીને તેમને હટાવવા એ સત્સંગનો પહેલો પાઠ છે. 3.ભગવાન મળે એ જ મનુષ્ય જન્મનું ફળ છે, એમના સિવાયનું જેટલું બીજું ભેગું કરીશું એ બધું જ અંતે છોડવું પડશે. 4.ભગવાનને પામવાનો નિશ્ચય જેટલો દ્રઢ હશે એટલો જ આપણામાં સુધારો થશે. 5.મહારાજ અને મુક્તો આપણી સાથે જ  છે અને આપણી બધી જ પ્રાર્થના સાંભળતા હોય છે. 6.પરમ-કલ્યાણને પામવાની ઈચ્છા ધરાવતા રણછોડરાયજીના ભક્ત દાવોલના જેઠાભાઇને રણછોડરાયજીએ દર્શન દઇને ગઢડા શ્રીજી મહારાજ પાસે મોકલ્યા અને દાવોલના એવા જ શિવભક્ત ખોડાભાઈને શિવજીએ દર્શન દઇને ગોપાળાનંદસ્વામી પાસે મોકલ્યા અને એ બંનેને મહારાજ અંતે ધામમાં તેડી ગયા. 7.વૈકુંઠ, ગોલોક આદિ ભગવાનના જ ધામ છે અને ભગવાન જ ત્યાં તે તે સ્વરૂપે દર્શન દે છે પણ આત્યંતિક મોક્ષ તો અક્ષરધામને પામવું તે જ છે. 8.માત્ર શ્રીજી મહારાજ કે એમના સંત જેને અક્ષરધામમાં લઈ જાય એને જ ત્યાં પ્રવેશ મળે છે બીજા કોઈથી ત્યાં પ્રવેશ કરી શકાતો નથી. 9.જેવી રીતે દેવ-દેવીઓ, અવતારો, ઈશ્વરો પરમ કલ્યાણને ઈચ્છતા એવા પોતાના ભક્તોને...

જાણો "પૂ. ગુરૂજી ના વિચારો" | Part-1 ....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે આ કાળઝાળ સંસારમાંથી બની શકે એટલું નીકળીને રવીસભા આદિક સર્વે કથા-વાર્તાના પોગ્રામનો અચૂક લાભ લેતા રહેવો. 2.આપણા માથે સંસારની ઘણી બધી જવાબદારીઓ છે પણ એમાંની પહેલી અને મુખ્ય જવાબદારી એ છે કે પોતાના આત્માનું કલ્યાણ કરી લેવું કે જેથી કરીને આ લોકમાં પાછું આવવું પડે નહીં. 3.ગુરુદેવ અને રાજાના દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું નહીં. 4.મહારાજ અને સંતો-ભક્તોનો મહિમા જેટલો આપણે જાણતા હોઈએ છીએ એનાથી પણ ઘણો વધારે હોય છે. 5.પોતાની સફળતાનો યશ બીજા કોઈના માર્ગદર્શન કે મદદને દેવા જેવું વસમુ કામ તો મહારાજના નિશ્ચયવાળા કોઈ ડાહ્યા સત્સંગી જ કરી શકે છે. 6.સ્વામિનારાયણ ભગવાન ક્યારેય પોતે યશ રાખતા નહિ. જે જેટલા પાત્ર હોય એને એટલો યશ દઈ દેતા. 7.શ્રીજી મહારાજનો મહિમા ગાતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, મહારાજે જ્યાં લઘુશંકા કે બહિર્ભુમિ ગયા હોય તે ઠેકાણે થી અક્ષરધામ સુધી સોનાની ઈંટો વડે પગથિયાં કરીયે  તો પણ એ પગથિયાં એ ભૂમિના કોટિમાં ભાગ બરાબર પણ કહેવાય નહિ. પછી મહારાજે પોતે ગોપાળાનંદસ્વામીનો મહિમા ગાતા કહ્યું કે તમે કહ્યો તેવો મહિમા તો તમારો છે અને તમે તો અક્ષર મુક્ત છો અને ત...

પૂ. દયાળુસ્વામી તરફથી આજ નો સંદેશો......🙏 જય સ્વામિનારાયણ🙏

Image
1.જે ભગવાન અને સંતો ભક્તોના કામને પોતાના કામ કરતાં વધારે અગત્યતા આપે છે તેના કામ પણ ભગવાન પહેલા જ કરે છે. 2.મહારાજે આપણને કળીયુગમાં એવા સત્પુરુષ આપ્યા છે કે જેમના યોગે અનેક સંતો ભક્તો એકાંતિક ભક્તિવાળા બની રહ્યા છે તે મહારાજની મોટી કૃપા કહેવાય. 3. જે મોટાપુરુષની મરજી મુજબ તરત જ પ્રવર્તે છે એની ઉપર મહારાજ ખૂબ રાજી થાય છે. 4.મહારાજ અને સંતો-ભક્તોએ કૃપા કરવામાં કોઈ ખામી નથી રાખી માટે જે જેટલા પાત્ર બને છે એને એટલો લાભ થાય છે. 5.ભગવાન અને સંતના વચનને જે જેટલા વધારે વિશ્વાસ, શ્રદ્ધા.અને મહિમાથી માને છે તેને તેટલો વધુ લાભ થાય છે. 6.સમાજ અને સત્સંગમાં બે પ્રકારના માણસો હોય છે:   6.1 જેની પાસે સગવડતા ઓછી હોય છતાં એની ભાવના અને શ્રદ્ધા ખૂબ જ હોવાથી હંમેશા વધુ ને વધુ રાજીપો રળે છે.   6.2 જેમની પાસે સગવડતા ઘણી છે પણ ભાવના અને શ્રદ્ધાના ગરીબ છે.    7.આપણાથી જેટલો સંત-સમાગમ, તન-મન-ધનથી સેવા થવી જોઇએ એટલું નથી થતું એ જ આપણો મોહ, અજ્ઞાન અને આસક્તિ છે. 8.વર્ષોથી કથાવાર્તા સાંભળવા છતાં આપણી ખોટ-ખામી ટળતી નથી કારણકે આપણે કોઈ સંતો-ભક્તો આગળ માન મૂકીને નિખાલસ નિષ્કપટ રહેતા નથી. ▶સ્વામિન...

પૂ. ગુરૂજી તરફ થી આજનો સંદેશ.....🙏જય સ્વામિનારાયણ🙏

Image
1.આપણે જેનો મહિમા હોય એમાં પ્રેમ થાય અને જેમાં પ્રેમ થાય એનું સતત મનન ચિંતન થયા કરે. 2.આપણી સાથે રહેતા સંતો-ભક્તો આગળ ઉપસવાની ઈચ્છા રાખીશું તો એ સ્વભાવ મોટાપુરુષ અને ભગવાન સાથે પણ અથડાશે. 3.ભગવાન અને મોટાપુરુષ આગળ તો આપણે મોક્ષની ભીખ માગીએ છીએ માટે એમની આગળ ઉપસવાની ઈચ્છા રાખવી એ એક નંબરનું અજ્ઞાન છે. 4.જેને એક માણસ આગળ પણ ઉપસવાની ઈચ્છા રહે છે તે પાછી વૃતિ વાળીને ભગવાનમાં જોડાઈ શકતો નથી માટે જે દાસ થાય એને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. 5.આપણે દેહ નથી, આત્મા છીએ એ સ્વીકારતા નથી એટલે દેહભિમાનમાંથી અહંતા, મમતા જાગે છે અને ભગવાનનું ધ્યાન થતું નથી. 6.આત્મરૂપ દાસની સત્યસ્થિતિમાં આવ્યા વગર સત્ય એવા પરમાત્માને પામી શકાતા નથી. 7. આપણે જીવન જીવવામાં પુરુષોત્તમનારાયણ સિવાય બીજા કોઈ જ રસની જરૂર નથી. 8.રસાસ્વાદ, નિદ્રા, હિંસા અને વિક્ષેપ આ ચાર ધ્યાનના વિરોધી છે માટે એનો ત્યાગ કરે તો ધ્યાન થાય. 9.જીવને જે પામવાનો ખપ હોય ત્યાં દાસપણું કરવું અઘરું લાગતું નથી. માટે જેને ભગવાન પામવાનો ખપ હોય તે સહેજે જ સંતો-ભક્તોના દાસનુદાસ થઈ જાય છે. 10.પંચવિષયની વાસના આપણને બહુ દેખાય છે એટલે બહુ ભયંકર લાગે છે પરંતુ માન, ઉ...

આજ નો સંદેશો.......જય સ્વામિનારાયણ🙏🙏

Image
પૂ. ગુરૂજી 1.સત્પુરુષનો સંબંધ આપણને માત્ર આ લોકમાં જ મોટા નથી બનાવતો પણ એ તો પિંડ-બ્રહ્માંડ ને ખોટા કરીને પુરુષોત્તમનારાયણનો સંબંધ કરાવી દે છે. 2.દેવ-દેવીઓ,ઈશ્વરો કે આ લોકના ધનવાનો આપણને નાશવંત વસ્તુઓ આપી શકે છે જ્યારે શાશ્વત આનંદ તો માત્ર ભગવાનના સાધુ જ આપી શકે છે. 3.જેને ભગવાનનો મહિમા સમજાય ગયો છે એના જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખી નથી. 4.જ્યાં વધુ માયા ભેગી થાય છે ત્યાં માયા તોફાન કરે છે અને તેને ઝપટમાં લે છે. 5.જે પોતે ભગવાનમાં જોડાયા હોય એ જ બીજાને ભગવાનમાં જોડી શકે છે. 6.દેહથી યુક્તપણું છે એ જ બદ્ધપણું છે અને મૂર્તિથી યુક્તપણું છે એ જ મુક્તપણું છે. 7.હું પુરૂષોત્તમનારાયણનો દાસ છું એવું અભિમાન ધારણ કરવું અને મૂર્તિધારી મહાત્મા થવું એ જ આપણો જીવન ધ્યેય છે. 8.જે આપણા દુઃખદાયી સ્વભાવો છોડાવીને આપણને શ્રીહરિના મહાઆનંદમાં જોડતા હોય એવા સંતો ભક્તોને જીવના સાચા સગા માનીને એમને માટે કુરબાન થઈ જઈએ તો ભગવાન મળે. 9.પ્રદુષણ, વીજળી કે પાણી બચાવ અને જીવ-દયાના નામ ઉપર આપણાં હિંદુ તહેવારોને રોકવાના મેસેજ કે વીડિયો કલીપ શેર કરીએ એટલા આપણે મૂર્ખ છીએ. 10.આમોદના લક્ષ્મીરામ ભટ્ટન...

જાણો સવારે પાણી પીવાથી આ ફાયદા થાય છે

Image
સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું થાય? મિત્રો આજે આપણે જાણીએ કે સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શું શું લાભ થાય છે. પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ . પન તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય . આવો તે જાણીએ . . . . . મિત્રો સવારે ઉઠી ને સીધો વાસી મોઢે પાણી પીવાથી જે આપણા મોઢામાં લાળ હોય છે તે શરીરમાં જાય છે અને તે આપણને કેટલાય રોગો થી બચાવે છે , અમે તમને જણાવી એ કે મોઢા માં જે લાળ ગ્રંથી બને છે તે એક એવો તરલ પદાર્થ છે કે જો એન્ટીક સેન્ટીક જેવું કામ કરે છે . ને રોગ સામે લડે છે . ને આપણે સ્વસ્થ રાખે છે .  સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારો છે . તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે . સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પન અચંબિત થઇ જશો . તો જાણીએ કેટલુ અને કયારે પીવુ જોઈએ પાણી  ( 1 ) સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે . જલ્દી કામ કરે છે . અને ચહેરા પર ગ્લો આવે છે . સા...

જાણો સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે ?

Image
વનસ્પતિ સૂર્ય પ્રકાશ માંથી ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકષૅણ હોય છે. દરેક છોડ , વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ઼ જ વિકાસ પામે છે , પરંતુ સૂરજસુખી તેમાં એકકો છે . તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડ્યું. સૂરજમુખીના ફુલમાં સૂર્યની સાથે સાથે કરવાનું રહસ્ય તેની દાંડીમાં છે. ફૂલની દાંડીમાં ઓકસીન નામનું દ્રવ્ય હોય છે . આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલી ને છાયડા તરફ ખસે છે. જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાસ ખસે તેમ ઓક્સિજન નો જથ્થો પણ ખસે અને તેની સાથ ફૂલ પણ દિશા ફેરવે . સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે . આવીજ નવી વાતો જાણવા માટે અમારા ગ્રુપ જોડવો...અને ગમે તો શરે જરૂર કરજો🙏 ⏩ Whatsappgroup:   https://chat.whatsapp.com/KP2pkQjodJX0F0aeoELyCc